Tuesday, March 18, 2025
More

    જયપુરમાં RSS કાર્યક્રમમાં ચાકુબાજી કરનારાના ઘર પર ફર્યું બુલડોઝર, મંદિર પરિસરમાં તાણી બાંધ્યું હતું મકાન

    તાજેતરમાં જયપુરમાં (Jaipur) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) એક કાર્યક્રમમાં ચાકુબાજીની ઘટના સામે આવી હતી. હવે આ કેસના આરોપીના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. 

    મામલો ગુરુવારે (17 ઑક્ટોબર) રાત્રિનો છે. અહીં જયપુરના કરણી વિહાર વિસ્તારમાં એક શિવ મંદિરમાં RSS સભ્યોએ એક કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં ભજન અને જય શ્રીરામના નારા બોલાવવામાં આવી રહ્યા હતા. જ્યાં એક સ્થાનિકે અવાજ પર વાંધો ઉઠાવ્યો, પરંતુ સંઘના કાર્યકરોએ ભજન-કીર્તન ચાલુ રાખ્યાં. 

    ત્યારબાદ નસીબ ચૌધરી નામનો એક ઇસમ તેના પુત્ર સાથે આવી ચડ્યો હતો અને ચાકુ વડે કાર્યકરો પર હુમલો કરી દીધો હતો, જેમાં ઘણાને ઈજા પહોંચી હતી. તેમને પછીથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

    ઘટના બાદ સામે આવ્યું કે નસીબે તેનું ઘર મંદિરના પરિસરમાં તાણી બાંધ્યું હતું અને ગેરકાયદેસર હતું. ત્યાબ્રાદ પ્રશાસને નોટિસ પાઠવી હતી અને મુદત પૂર્ણ થતાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.