Saturday, March 15, 2025
More

    બુલંદશહરમાં એક ઘરની અંદર બ્લાસ્ટ, રિયાઝુદ્દીન-રુખસાના સહિત 6ના મોત: અનેક ઘાયલ, તપાસ શરૂ

    ઉત્તર પ્રદેશના બુલંદશહેર (Bulandshahr) જિલ્લાના સિકંદરાબાદ (Sikandrabad) વિસ્તારમાં વિસ્ફોટમાં (Blast) છ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. આ ઘટના 21 ઓક્ટોબરે સાંજે રિયાઝુદ્દીનના ઘરે બની હતી, જેમાં મહિલાઓ અને બાળકો સહિત લગભગ 19 લોકો રહેતા હતા. પહેલા પાંચ લોકો માર્યા ગયા હતા, પછી 22મી ઓક્ટોબરના વહેલી સવારે આ સંખ્યા વધીને છ થઈ ગઈ હતી.

    સિટી મેજિસ્ટ્રેટ ચંદ્ર પ્રકાશ પ્રિયદર્શીના જણાવ્યા અનુસાર તેઓને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાં ત્રણ પુરુષ અને ત્રણ મહિલા પીડિતા હતા.

    મૃતકોની ઓળખ રિયાઝુદ્દીન ઉર્ફે રાજુ (50), તેની પત્ની રૂખસાના (45), સલમાન (16), તમન્ના (24), હિવજા (3) અને આસ મોહમ્મદ (26) તરીકે થઈ છે. ઘાયલો પૈકી એકની હાલત ગંભીર છે.