Monday, March 17, 2025
More

    ‘કેટલું લાંબુ ફેંકે છે કેજરીવાલ, તેઓ તો ઓલિમ્પિકમાં હોવા જોઈએ’: AAP સુપ્રીમો પર વરસ્યા BSPના આકાશ આનંદ, કહ્યું- એકાદ-બે મેડલ દેશને મળ્યા હોત

    બહુજન સમાજ પાર્ટીના (BSP) નેશનલ કોઓર્ડિનર આકાશ આનંદે (Akash Anand) દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, કેજરીવાલ કેટલું ફેંકે છે, તેમણે તો ઓલિમ્પિકમાં હોવું જોઈતું હતું. કદાચ ભારત પાસે એકાદ-બે મેડલ આવી શક્યા હોત. દિલ્હીની કિરાડી વિધાનસભામાં એક જાહેરસભાને સંબોધિત કરતાં આકાશ આનંદે આ નિવેદન આપ્યું હતું.

    તેમણે કહ્યું કે, “કેજરીવાલ સરકારે 11 વર્ષોથી દિલ્હીની જનતાને માત્ર વાયદા આપ્યા છે, એક પણ વાયદો પૂરો નથી કર્યો. વાયદો પૂરો કરવાના બદલે કેજરીવાલે લોકો સાથે છેતરપિંડી કરી છે.” આમ આદમી પાર્ટીની શિક્ષણ નીતિની પોલ ખોલતા તેમણે કહ્યું કે, “બાળક નવમા ધોરણમાં નાપાસ થાય તો તેના પર મહેનત કરવાની જગ્યાએ તેને ઓપન સ્કૂલમાં મૂકીને તેનાથી દૂર થઈ જાય છે. જે બાદ દિલ્હીની સ્કૂલોના શાનદાર પરિણામોનો ઢંઢેરો પીટે છે.”

    તેમણે કહ્યું કે, “આવી જ રીતે દરેક ક્ષેત્રમાં છેતરપિંડી કરવાનું કામ તેમણે કર્યું છે. કેજરીવાલે નેતા નહીં, પરંતુ એથલીટ બનવું જોઈએ. કદાચ લાંબુ ફેંકવામાં તેઓ કોઈ મેડલ લઈ આવી શકે.”