Sunday, May 18, 2025
More

    પાકિસ્તાનના સિયાલકોટમાં સ્થિત આતંકવાદી લૉન્ચપેડ BSFએ ફૂંકી માર્યું: વિડીયો 

    બોર્ડર સિક્યુરિટી ફોર્સે પાકિસ્તાન સિયાલકોટમાં આવેલા લૂની સ્થિત એક આતંકવાદી લૉન્ચપેડ સંપૂર્ણ નષ્ટ કરી નાખ્યું છે. 

    BSFએ સત્તાવાર રીતે એક વિડીયો જાહેર કરીને આ જાણકારી આપી છે. 12 સેકન્ડના આ વિડીયોમાં રાત્રિના સમયમાં લૉન્ચ પેડ ધ્વસ્ત થતું જોવા મળે છે. 

    આ જ સ્થળેથી પાકિસ્તાની સેના આતંકવાદી સંગઠનોની મદદ લઈને આતંકવાદીઓ ભારતમાં મોકલતી હતી, જેને નષ્ટ કરવામાં આવ્યું. અહીંથી ડ્રોન હુમલાઓ પણ થયા હોવાની શક્યતાઓ છે. 

    ભારતીય સુરક્ષાબળો એક પછી એક પાકિસ્તાની અવળચંડાઈનો જવાબ આપી રહ્યા છે. પાકિસ્તાન તરફથી મોકલવામાં આવતાં ડ્રોન-મિસાઈલ S-400 એર ડિફેન્સ સિસ્ટમના પ્રતાપે હવામાં જ નષ્ટ કરી દેવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ભારત વળતો જવાબ આપે ત્યારે પાકિસ્તાનથી બચાવ થઈ શકે તેવી સ્થિતિ હોતી નથી અને ટાર્ગેટ ધૂઆં-ધૂઆં થઈ જાય છે.