Wednesday, December 4, 2024
More

    દિવાળી પાર્ટીમાં માંસ-મદિરા પીરસવા બદલ બ્રિટિશ વડાપ્રધાનના કાર્યાલયે માફી માંગી

    બ્રિટિશ વડાપ્રધાન કિએર સ્ટારમરે (Kier Starmer) આપેલી દિવાળી પાર્ટીમાં હિંદુઓને નોનવેજ અને દારૂ પીરસવાનો મામલો સામે આવ્યા બાદ ભારે વિરોધ થયો હતો. હવે વડાપ્રધાન કાર્યાલયે આ કૃત્ય બદલ માફી માંગી છે. 

    સ્ટારમરની ઓફિસે શુક્રવારે વડાપ્રધાનના સત્તાવાર નિવાસ-કમ-ઑફિસ, 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે આયોજિત પાર્ટીમાં થયેલી ‘ભૂલ’ માટે માફી માંગી છે. ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ કહ્યું હતું કે ભવિષ્યમાં આવી ઘટના ફરીથી નહીં બને તે સુનિશ્ચિત કરવામાં આવશે. 

    ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ બ્રિટીશ હિંદુ, જૈન અને શીખ સમુદાયની માફી માંગીને કહ્યું હતું કે, “કાર્યક્રમના આયોજનમાં ભૂલ થઈ હતી. લાગણીઓને ઠેસ પહોંચી એ અમે સમજીએ છીએ અને તેથી સમુદાયની માફી માંગીએ છીએ અને તેમને ખાતરી આપીએ છીએ કે આવું ફરીથી નહીં થાય.”

    બ્રિટિશ ઇન્ડિયન કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ શિવાની રાજાએ સ્ટારમરને એક પત્ર મોકલ્યો હતો જેમાં તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે આ સમારોહ ઘણા હિંદુઓના રિવાજોની બહાર હતો. તેમણે લખ્યું હતું કે, “આવું ફરીથી ન બને તે સુનિશ્ચિત કરવા મેં વડાપ્રધાનને મારી મદદ પણ ઑફર કરી છે.”