કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર ભાઈ-ભત્રીજાવાદ (Nepotism) અને તુષ્ટિકરણની નીતિ (Appeasement) અપનાવવાનો આરોપ લગાવતા પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) રવિવારે કહ્યું કે તેઓ ભારતના રાજકારણમાં પરિવર્તન લાવવા માટે દેશના એક લાખ યુવાનોને રાજકારણમાં (Youth in Politics) લાવશે જેમના પરિવારને પોલિટિક્સ સાથે કોઈ લેવા દેવા નહીં હોય.
“હું ઉત્તર પ્રદેશ અને દેશના યુવાનોને આ નવા રાજકીય આંદોલનમાં જોડાવા વિનંતી કરું છું. કાશીના સાંસદ તરીકે, હું શક્ય તેટલા યુવાનોને આગળ લાવવા માટે પ્રતિબદ્ધ છું,” તેમણે ઉમેર્યું.
मैंने लाल किले से आह्वान किया है…
— Yogi Adityanath (@myogiadityanath) October 20, 2024
मैं देश के एक लाख ऐसे नौजवानों को राजनीति में लाऊंगा, जिनके परिवार का राजनीति से कोई लेना-देना नहीं है: आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी pic.twitter.com/voflVRWXaG
પીએમએ કહ્યું, “આનું કારણ વંશવાદી રાજકારણ (પરિવારવાદ) અને તુષ્ટિકરણની નીતિનું પાલન છે.” “કોંગ્રેસ હોય કે સપા, આવી પાર્ટીઓ માટે વારાણસીનો વિકાસ ન તો પ્રાથમિકતા હતી અને ન તો ભવિષ્યમાં હશે. આ પક્ષોએ વિકાસમાં પણ ભેદભાવ કર્યો,” મોદીએ ઉમેર્યું.