Friday, April 11, 2025
More

    અયોધ્યા મંદિરમાં લખાયો શ્રીરામલલા જન્મભૂમિ ચળવળનો વર્ષોનો ઈતિહાસ: રામનવમી નિમિત્તે સ્થાપિત થઈ પિત્તળની તકતીઓ

    લગભગ 500 વર્ષોના અથાગ પ્રયત્ન બાદ જાન્યુઆરી 2024માં ભગવાન શ્રીરામલલા તેમની જન્મભૂમિ (Shree Ram Janmabhoomi Tirthkshetra) અયોધ્યા સ્થિત મંદિરમાં (Ayodhya Temple) બિરાજમાન થયા. આ મંદિર હજી નિર્માણાધીન છે. પરંતુ આ મંદિરમાં શ્રીરામ અને તેમના મંદિર માટે લડવામાં આવેલી ચળવળનો ઈતિહાસ લખવામાં આવ્યો છે.

    ન્યુઝ એજન્સી ANIના અહેવાલ અનુસાર 6 એપ્રિલ રામનવમી નિમિત્તે આ તકતીઓ સ્થાપિત કરવામાં આવી હતી. સામે આવેલ એક વિડીયોમાં પિત્તળની તકતીઓ પર કુલ 5 કોલમમાં આ ઈતિહાસ લખાયેલ જોઈ શકાય છે. જેમાં શરૂઆતની કોલમમાં ભગવાન શ્રીરામલલાના જન્મનો ઉલ્લેખ છે તથા તેમના અવતાર અંગેની પ્રાથમિક માહિતી છે.

    ત્યારપછી મહારાજા વિક્રમાદિત્યથી લઈને મુઘલ સમય અને બ્રિટીશ રાજ દરમિયાનની મંદિરની પરિસ્થિતિનો ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપરાંત દેશના વિવિધ સમુદાયના લોકોએ શ્રીરામલલાની જન્મભૂમિ માટે લડેલી લડત અંગે પણ માહિતી છે.

    આ સિવાય અદાલતમાં અયોધ્યા મંદિર માટે ચાલેલ લડતની પણ તારીખ સાથે વિગતવાર માહિતી જોઈ શકાય છે. 1992માં થયેલી કારસેવાનો ઉલ્લેખ પણ આ લેખમાં જોવા મળે છે. તથા 2019માં સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિના સમર્થનમાં આપેલ ઐતિહાસિક ચૂકાદા અંગેની માહિતી છે.