Tuesday, April 8, 2025
More

    બ્રહ્માકુમારીના મુખ્ય સંચાલક દાદી રતનમોહિનીનું અવસાન: 101 વર્ષની ઉંમરે અમદાવાદમાં લીધા અંતિમ શ્વાસ

    બ્રહ્માકુમારીના (Brahma Kumaris) મુખ્ય સંચાલક રજસયોગિની દાદી રતનમોહિનીનું (Rajas Yogini Dadi Ratanmohini) અવસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, સોમવારે (7 એપ્રિલ) મોડી રાત્રે તેમનું નિધન થયું હતું. તેમણે 101 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને અમદાવાદની એક હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

    તેમનો પાર્થિવ દેહ મંગળવારે (8 એપ્રિલ) સવારે રાજસ્થાનના આબુ રોડ સ્થિત બ્રહ્માકુમારીઝના મુખ્યાલય શાંતિવનમાં રાખવામાં આવશે. જ્યાં તેમના અંતિમ દર્શન થઈ શકશે. બ્રહ્માકુમારીઝના આધિકારિક સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને આ અંગેની પુષ્ટિ પણ કરવામાં આવી છે.

    નોંધનીય છે કે, આધ્યાત્મિક જગતમાં ખૂબ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સમાજને જ્ઞાન તરફ વાળવામાં પ્રયત્નશીલ બ્રહ્માકુમારીઝ સંસ્થા એક આધ્યાત્મિક આંદોલન તરીકે કામ કરે છે. રતનમોહિનીએ 13 વર્ષની ઉંમરે આ સંસ્થા સાથે જોડાઈને તેની સંસ્થાની સ્થાપના તરીકે મહત્વનો ફાળો આપ્યો હતો.