એક મહિના પહેલા મધ્યપ્રદેશમાં 16 વર્ષના વિદ્યાર્થીનીએ ગ્વાલિયર કિલ્લા (Gwalior Fort) પરથી કૂદીને આત્મહત્યા (suicide) કરી હતી. તે સમયે તેનો બોયફ્રેન્ડ પણ ત્યાં હાજર હતો. પોલીસનું કહેવું છે કે છોકરાની બીજી છોકરી સાથે સગાઈ થવાની હતી. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. તે દરમિયાન વિદ્યાર્થીનીએ ગુસ્સામાં કહ્યું કે તે કિલ્લા પરથી કૂદીને આત્મહત્યા કરશે. આના પર સગીર છોકરીના બોયફ્રેન્ડે કહ્યું, “તું કૂદી પડ, તારી પાછળ હું પણ કૂદીશ.”
આ સાંભળીને છોકરી કિલ્લા પરથી કૂદી પડી. ત્યારબાદ, 17 વર્ષનો સગીર પ્રેમી ડરી ગયો અને ત્યાંથી ભાગી ગયો. જોકે, જતા પહેલા તેણે છોકરીના ઘરે ફોન કર્યો અને કહ્યું કે તેની પુત્રી આત્મહત્યા કરવા જઈ રહી છે. મૃતક તેની બે બહેનપણીઓ સાથે તેના બોયફ્રેન્ડને મળવા કિલ્લા પર પહોંચી હતી. લગભગ 60 ફૂટની ઊંચાઈથી ખડકો પર પડવાથી તેના શરીરના 20થી વધુ હાડકાં તૂટી ગયા હતા અને તત્કાલ તેનું મૃત્યુ થયું હતું.