મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર ટિપ્પણીઓ કરીને વિવાદમાં સપડાયેલા કથિત કૉમેડિયન કુણાલ કામરાને ટિકિટિંગ પ્લેટફોર્મ ‘બુક માય શો’એ ડિલિસ્ટ કરી દીધો છે. ઉપરાંત તેને લગતું તમામ પ્રકારનું કન્ટેન્ટ વેબસાઈટ પરથી હટાવી દીધું છે.
‘બુક માય શો’ દ્વારા કલાકારોની યાદીમાંથી પણ કુણાલ કામરાનું નામ દૂર કરી દેવામાં આવ્યું છે. તેને લગતું કોઈ કન્ટેન્ટ હવે જોવા મળી રહ્યું નથી.
ઈન્ડિયા ટુડેએ એક સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે, જેમાં વેબસાઇટ પર અગાઉ કુણાલ કામરાનું નામ જોઈ શકાય છે, પરંતુ હવે માહિતી ઉપલબ્ધ જોવા મળતી નથી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શિવસેનાના એક નેતા રાહુલ કનાલે બુક માય શોને એક પત્ર લખીને કુણાલ કામરાને કોઈ મંચ ન આપવા માટે વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, આવા ઈસમને જો મધ્યમ પૂરું પાડવામાં આવે તો એનો અર્થ એ થશે કે પ્લેટફોર્મ તેની વાતોનું અનુમોદન કરે છે, જેનાથી લોકોની ભાવનાઓ પર અસર પડી શકે છે.
બીજી તરફ, મહારાષ્ટ્ર પોલીસનાં સમન્સ છતાં પણ કુણાલ કામરા હજુ પૂછપરછ માટે હાજર થયો નથી.