દિવાળીના ઉત્સવો શરૂ થઈ ચૂક્યા છે અને લોકો પ્રવાસ પર જઈ રહ્યા છે. તેવામાં દેશભરમાં જુદી જુદી ફ્લાઇટ્સને એક પછી એક બોમ્બની ધમકીઓ મળી રહી છે. તાજા કિસામાં ગત રેટ વડોદરાની ઈન્ડિગો ફ્લાઇટ સહિત અનેક વિમાનોને બોમ્બની ધમકી મળી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, 29 ઓક્ટોબરે વિવિધ ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત 100થી વધુ ફ્લાઇટ્સને બોમ્બની ધમકીઓ મળી હતી.
નોંધનીય છે કે 16 દિવસમાં 510થી વધુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને ધમકીઓ મળી છે જે પાછળથી ખોટી હોવાનું બહાર આવ્યું છે. મોટાભાગે સોશિયલ મીડિયા દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી.