Tuesday, March 18, 2025
More

    વડોદરાની રિફાઇનરી કંપનીમાં ભીષણ બ્લાસ્ટ: 6 KM દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

    વડોદરાના કોયલી સ્થિત IOCL રિફાઇનરીમાં મોટો બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. બ્લાસ્ટ બાદ રિફાઇનરીમાં આગ પણ લાગી ગઈ હતી. આગ લાગતાંની સાથે જ ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. 6 કિલોમીટર દૂર સુધી આ ધુમાડો જોવા મળ્યો હતો. બ્લાસ્ટ બાદ આગને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયતનો કરી રહી છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

    હાલ ફાયરકર્મીઓ સાથે એમ્બ્યુલન્સ પણ અંદર હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત આ ઘટનાને લઈને બે લોકોને ઈજા થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. આસપાસના એક કિમી વિસ્તારના ઘરોમાં બારી-બારણાના કાચ તૂટ્યા હોવાનું કહેવાય રહ્યું છે. હાલ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. કંપનીમાં અંદર કામ કરતાં કર્મચારીઓને રજા આપી દેવામાં આવી છે. તેમજ IOCL ગુજરાત રિફાઇનરીમાં ગેટ પર CISFનો કાફલો ખડકી દેવાયો છે.