અંકલેશ્વર (Ankleshwar) GIDCની એક કંપનીમાં બ્લાસ્ટ (Blast) થયો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, ડેરોક્સ ઇન્ડિયા કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થતાં ચાર શ્રમિકોના મોત (Four workers died) થયા છે. આ સાથે જ જાણવા મળી રહ્યું છે કે, અન્ય શ્રમિકો પણ ઇજાગ્રસ્ત થયા છે.
મંગળવારે (3 ડિસેમ્બર, 2024) અંકલેશ્વર GIDCની કંપની ડેરોક્સ ઇન્ડિયા કંપની લિમિટેડમાં બ્લાસ્ટ થયો હતો. ઘટના લગભગ બપોરના સમયે બનવા પામી હતી. બ્લાસ્ટ થતાં જ કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. બ્લાસ્ટ થવાના કારણે ચાર શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
વિગતો અનુસાર, કંપનીના એમ.ઈ. પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતાં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગવાયું છે. અંકલેશ્વર GIDCમાં આવેલી ડેરોક્સ ઇન્ડિયા કંપની ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે. હાલ ફાયર સેફટી અને હેલ્થ વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. આ સાથે જ પોલીસની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.