Monday, July 14, 2025
More

    અમદાવાદ પ્લેન ક્રેશના 36 કલાકે મળી આવ્યું બ્લેક બોક્સ: AAIBની ટીમ કરી રહી છે તપાસ, દુર્ઘટના કારણો પરથી હટશે પડદો

    અમદાવાદ પ્લેન ક્રેશ મામલે સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. AAIBએ જણાવ્યું છે કે, છત પરથી બ્લેક બોક્સ મળી આવ્યું છે. હાલ તેની તપાસ કરવામાં આવી રહી છે. સાથે અધિકારીઓએ એવું પણ જણાવ્યું છે કે, DFDRને (ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર) જ બ્લેક બોક્સ તરીકે ઓળખવામાં આવે છે.

    અધિકારીએ વધુમાં કહ્યું છે કે, AAIBએ સંપૂર્ણ શક્તિ સાથે તપાસ શરૂ કરી દીધી છે. રાજ્ય સરકારના 40થી વધુ કર્મચારીઓ સ્થળ પર્ MoCA ટીમોને વધારવાના પ્રયાસોમાં જોડાયા છે. અધિકારીઓએ એવું કહ્યું છે કે, આ મામલે હાલ તપાસ તપાસ કરવામાં આવી રહી છે.

    બ્લેક બોક્સને ફ્લાઇટ ડેટા રેકોર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિમાન સંબંધિત મહત્ત્વપૂર્ણ ડેટા રેકોર્ડ કરે છે. તેમાં ફ્લાઇટ ડેટા જેમ કે વિમાનની ગતિ, ઊંચાઈ, એન્જિનનો થ્રસ્ટ વગેરે અને કોકપિટ ઑડિયો (પાયલટની વાતચીત) રેકોર્ડ થાય છે. બ્લેક બોક્સમાં ખાસ પ્રકારના સ્પેશિયલાઇઝ્ડ રેકોર્ડરનો ઉપયોગ થાય છે. આ રેકોર્ડર ભીષણ દુર્ઘટનાની સ્થિતિમાં પણ નુકસાન ન થાય તે રીતે ડિઝાઇન કરવામાં આવેલા હોય છે. તેનું બહારનું કવચ એકદમ મજબૂત હોય છે. તે આગ, પાણી અને તીવ્ર પ્રભાવને સહન કરી શકે છે.