Wednesday, June 11, 2025
More

    મમતા બેનર્જીના મહાકુંભ પરના વિવાદાસ્પદ નિવેદન મામલે ભાજપ કાર્યકર્તાઓનો વિરોધ: કોલકાતામાં કર્યું પ્રદર્શન

    પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભાજપના કાર્યકર્તાઓ મમતા બેનર્જી (Mamta Banerjee) વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રયાગરાજમાં ચાલી રહેલ મહાકુંભ (Praygaraj Mahakumbh 2025) અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા તેને ‘મૃત્યુકુંભ’ (Mrityu-Kumbh) ગણાવ્યો હતો.

    ત્યારે આ મામલે ભાજપના ઘણા નેતાઓ તથા સંતોએ પણ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે હવે ભાજપના કાર્યકર્તાઓ મમતા બેનર્જીનો વિરોધ કરવા માટે એકઠા થયા હતા. પશ્ચિમ બંગાળ ભાજપના વડા સુકાંત મજુમદારે મહાકુંભ પર મુખ્યમંત્રી મમતા બેનર્જીની ટિપ્પણી બદલ કોલકાતામાં પાર્ટીના વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું.

    નોંધનીય છે કે મમતા બેનર્જીએ મહાકુંભને ‘મૃત્યુકુંભ’ ગણાવી દીધો હતો. આ ઉપરાંત સપાના અખિલેશ યાદવ સહિતના નેતાઓએ પણ તેમનું સમર્થન કર્યું હતું. અખિલેશ યાદવે કહ્યું હતું કે, “પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ જે કહ્યું તે સાચું છે. તેમના લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.” અખિલેશના પત્ની ડિમ્પલ યાદવે પણ મમતાનું નિવેદન સાચું ગણાવ્યું હતું.