Saturday, March 22, 2025
More

    જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં લહેરાયો ભગવો: તમામ 9 બેઠકો પર ભાજપનો વિજય, જુનાગઢ મનપામાં પણ જીત

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે. દરમિયાન ભાજપ આગળ ચાલી રહ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 9 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણી માટે મતદાન યોજાયા બાદ આજે 18 ફેબ્રુઆરીએ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.

    ત્યારે રાજ્યમાં જિલ્લા પંચાયતની તમામ 9 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં બેઠકો પર ભાજપનો કેસરીયો લહેરાયો છે.  9 જિલ્લા પંચાયતની પેટાચૂંટણીમાં તમામે તમામ 9 બેઠકો પર ભાજપની જીત થઈ છે. ભાજપે ગાંધીનગર (હાલીસા), ભરૂચ (આછોદ), દાહોદ (પિપેરો), ડાંગ (કડમાળ), અમદાવાદ (અસલાલી), અમદાવાદ (કોઠ), બોટાદ (પાળીયાદ) બેઠકો પર વિજય હાંસલ કરી છે. 

    આ ઉપરાંત જૂનાગઢ મનપામાં પણ ભાજપની જીત થઈ છે. આ સિવાય જેતપુરમાં નગરપાલિકામાં પણ ભાજપે જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં કુલ 42 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. નોંધનીય છે કે વર્ષ 2021માં યોજાયેલી ચૂંટણીમાં પણ ભાજપને ભવ્ય જીત મળી હતી.