18 ફેબ્રુઆરીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં (Local Body Elections) ભાજપનો ભગવો લહેરાયો હતો. ત્યારે માંગરોળ નગરપાલિકામાં (Mangrol) પણ દાયકાઓ પછી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવા જઈ રહ્યો છે. આમ તો માંગરોળમાં બહુજન સમાજ પાર્ટીના ચાર ઉમેદવારો ચૂંટાયા હતા. જોકે હવે તેમણે ભાજપને ટેકો આપ્યો છે.
નોંધનીય છે કે માંગરોળ નગર પાલિકામાં ભાજપ-કોંગ્રેસ બંનેએ 15-15 બેઠકો જીતી હતી. તથા વોર્ડ નંબર 1માં 4 બઠકો બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોને, 2 બેઠકો AAP અને અપક્ષ ઉમેદવારોને મળી હતી. ત્યારે હવે BSPના ટેકા સાથે ભાજપ સત્તામાં આવવા જઈ રહી છે.
Junagadh News | જૂનાગઢની માંગરોળ પાલિકામાં BSPએ આપ્યું ભાજપને સમર્થન, BSPના જીતેલા 4 ઉમેદવારોએ ભાજપને આપ્યું સમર્થન#junagadh #BJP pic.twitter.com/mkdFGF2eDQ
— ABP Asmita (@abpasmitatv) February 19, 2025
માંગરોળ નગરપાલિકામાં કુલ 36 બેઠકો સાથે, બહુમતીનો આંકડો 19 છે. BSPના ઉમેદવારોના સમર્થનથી, ભાજપ બહુમતી સુધી પહોંચી ગયું છે. તથા 25 વર્ષ પછી નગરપાલિકા પર સત્તામાં આવી રહ્યું છે.
BSPના વિજેતા ઉમેદવારો અબ્દુલ્લા મિયાં સૈયદ, મહમ્મદ મુસા હાજીબા, શકિના સર્વદી અને શબાના રાઠોડ ચારેય મુસ્લિમ ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. માંગરોળ એવી નગરપાલિકાઓમાંનું એક છે જેમાં વસ્તી વિષયક ડેમોગ્રાફીના કારણે ભાજપ જીતી શક્યું નહોતું.