ભાજપ (BJP) દેશભરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર (Dr. BR Ambedkar) સન્માન અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે. જેના ભાગ રૂપે ગુજરાતમાં પણ આ અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. અહેવાલ અનુસાર આ માટે આગામી સમયમાં વર્કશોપનું આયોજન થવા જઈ રહ્યું છે.
મળતી માહિતી અનુસાર 12 એપ્રિલથી ગાંધીનગરમાં ભાજપ કમલમ ખાતે રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગની અધ્યક્ષતામાં આંબેડકર સન્માન અભિયાન પર પ્રદેશ સ્તરની વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
🔸ભાજપ કમલમ ખાતે રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગની અધ્યક્ષતામાં આંબેડકર સમ્માન અભિયાન પર પ્રદેશ સ્તરની વર્કશોપ યોજશે
— DD News Gujarati (@DDNewsGujarati) April 11, 2025
🔸વર્કશોપમાં પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલ ઉપસ્થિત રહેશે pic.twitter.com/BgzMXR2Nze
આ વર્કશોપમાં પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. નોંધનીય છે કે ભાજપ 14 એપ્રિલ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિથી શરૂ કરીને 25 એપ્રિલ સુધી સમગ્ર દેશભરમાં આવી વર્કશોપનું આયોજન કરવાનું છે.
આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોના માધ્યમથી ડૉ. બી.આર આંબેડકરના વિચારો સામાન્ય લોકો સુધી લઈ જવામાં આવશે. આ વર્કશોપમાં શહેર, પ્રદેશથી લઈને તમામ સાંસદો અને ધારાસભ્યો સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે.