વિપશ્યનામાં ‘ચિત્ત શુદ્ધ’ કરીને આવેલા AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ફરીથી રાજનીતિના મેદાનમાં આવી ચૂક્યા છે. 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે AAP મુખ્યાલય પર ‘એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ફરીથી અરવિંદ કેજરીવાલે વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે.
આ કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા કેજરીવાલે દાવો કર્યો હતો કે તેઓ ડૉ. ભીમરાવ આંબેડકર અને ભગતસિંઘને તેમના આદર્શ માને છે અને દિલ્હી તથા પંજાબ સરકારે તેમના કાર્યાલયોમાં આ બંને મહાન નેતાઓની તસ્વીરો લગાવેલી હતી.
Kejriwal blatantly lies on camera and thinks no one will expose him😂 pic.twitter.com/7W6QeHfkQk
— Political Kida (@PoliticalKida) March 23, 2025
તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે દિલ્હીમાં સત્તામાં આવતાની સાથે જ ભાજપે કાર્યાલયમાંથી આંબેડકર અને ભગતસિંઘની તસ્વીરો તેમના કાર્યાલયમાંથી હટાવી દીધી છે. તેમણે ભાજપને ‘બ્રિટિશરો કરતા પણ ખરાબ’ ગણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે પણ ચૂંટાઈ શક્યા નથી. આ ચૂંટણીમાં AAPની હાર બાદ પણ AAP નેતાઓએ આ જ દાવા કર્યા હતા. જોકે વાસ્તવિકતામાં મુખ્યમંત્રી કાર્યાલયમાં આંબેડકર અને ભગતસિંઘનો ફોટો લગાવેલો છે, જેના વિડીયો અને ફોટો પણ સામે આવી ચૂક્યા છે.