Thursday, March 20, 2025
More

    હવે સંસદ બહાર BJP સાંસદોનું પ્રદર્શન: કોંગ્રેસ પર ડૉ. આંબેડકરના અપમાનનો મૂક્યો આરોપ

    ગુરુવારે (19 ડિસેમ્બર) સંસદના શિયાળુ સત્રનો (winter session) 19મો દિવસ છે. આંબેડકર પર ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર ગૃહમાં હંગામો થઈ શકે છે. બીજી બાજુ ભાજપના સાંસદોએ (BJP MP) 10 વાગ્યે સંસદની (Parliament) બહાર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.

    18 ડિસેમ્બરે પણ આંબેડકરના અપમાનને લઈને લોકસભા અને રાજ્યસભામાં હોબાળો થયો હતો. વિપક્ષના સાંસદોએ ગૃહમાં ‘જય ભીમ’ અને ‘માફી માંગો’ના નારા લગાવ્યા હતા.

    ગૃહમંત્રી અમિત શાહે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કર્યું છે.

    જ્યારે રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે અમિત શાહના નિવેદનની માત્ર 10-12 સેકન્ડની વિડીયો ક્લિપ બતાવીને વિપક્ષી નેતા દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને વિવાદ ઊભો કરી રહ્યા છે.