Monday, November 4, 2024
More

    પહેલીવાર કોઈ સંસદસભ્યએ પૂર્ણ કરી ‘આયર્નમેન ચેલેન્જ’: ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યાને PMએ વધાવ્યા

    BJP યુવા મોરચાના અધ્યક્ષ અને કર્ણાટકના સાંસદ તેજસ્વી સૂર્યાએ (BJP MP Tejasvi Surya) હાલમાં ​​આયર્નમેન 70.3 ચેલેન્જ (Ironman 70.3 challenge) પૂર્ણ કરી છે. ગોવામાં યોજાયેલી ટ્રાયથલોન ચેલેન્જમાં 1.9 કિલોમીટર સ્વિમિંગ, 90 કિલોમીટર સાયકલિંગ અને 21.1 કિલોમીટર દોડનો સમાવેશ થતો હતો, જેમાં ભાગ લેનારાઓએ સમગ્ર ઇવેન્ટ દરમિયાન 113 કિલોમીટરનું (અથવા 70.3 માઇલ) અંતર કાપ્યું હતું. આ સિદ્ધિ સાથે, 33 વર્ષીય સૂર્યા આ કાર્યક્રમમાં ભાગ લેનાર અને પૂર્ણ કરનાર પ્રથમ સાંસદ બન્યા.

    બેંગલુરુ દક્ષિણના સાંસદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘ફિટ ઈન્ડિયા’ (Fit India) અભિયાનને પ્રેરણાના સ્ત્રોત તરીકે ટાંક્યું, જેના કારણે તેમણે આ ચેલેન્જ સ્વીકારી હતી. આ સિદ્ધિની ખુદ વડાપ્રધાન મોદીએ પ્રશંસા કરી હતી અને ટ્વિટર પર લખ્યું હતું, “પ્રશંસનીય સિદ્ધિ! મને ખાતરી છે કે તે ઘણા વધુ યુવાનોને ફિટનેસ સંબંધિત પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરિત કરશે.”

    નોંધનીય છે કે 2022 માં, તેજસ્વી સૂર્યાએ રિલે ટીમના ભાગ રૂપે આયર્નમેન 70.3 ગોવામાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે 90 કિમી સાયકલિંગ સેગમેન્ટ પૂર્ણ કર્યું હતું.