22 એપ્રિલ, 2025ના રોજ દિલ્હીના સંસદ ભવનમાં ભાજપ સાંસદ (BJP MP) બાંસુરી સ્વરાજે (Bansuri Swaraj) ‘વન નેશન, વન ઈલેકશન’ (One Nation, One Election) પરની JPC બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની પાસે રહેલ બેગએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
બાંસુરી સ્વરાજે બેગ દ્વારા કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. બેગ પર લાલ અક્ષરોમાં ‘નેશનલ હેરાલ્ડ કી લૂટ’ (National Herald ki Loot) લખેલું હતું. નોંધનીય છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારના માતા-પુત્ર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓ પર ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના આરોપ છે.
#WATCH | दिल्ली: भाजपा सांसद बांसुरी स्वराज 'एक राष्ट्र एक चुनाव' पर JPC की बैठक में भाग लेने के लिए संसद भवन पहुंचीं, उनके हाथ में एक बैग था जिस पर 'नेशनल हेराल्ड की लूट' लिखा था। pic.twitter.com/tmwQPopwPX
— ANI_HindiNews (@AHindinews) April 22, 2025
આ મામલાને પ્રિયંકા ગાંધીની એક અગાઉની હરકતનો જવાબ માનવામાં આવી રહ્યો છે. આ પહેલાં 10 ડિસેમ્બર, 2024ના રોજ પ્રિયંકા ગાંધીએ સંસદમાં એક બેગ લઈને આવ્યા હતા, જેના પર ‘મોદી-અદાણી ભાઈ ભાઈ’ લખેલું હતું અને PM નરેન્દ્ર મોદી તેમજ ગૌતમ અદાણીની તસવીર હતી.
આ બેગ અદાણી સામે અમેરિકામાં લાંચના આરોપોને લઈને કેન્દ્ર સરકાર પર હુમલો હતો. રાહુલ ગાંધીએ આ બેગને ‘ક્યૂટ’ ગણાવી હતી. આ સિવાય પ્રિયંકા ગાંધી વાડ્રા પેલેસ્ટાઈનને સમર્થન કરતુ બેગ લઈને પણ સંસદમાં પહોંચ્યા હતા. ત્યારે હવે બાંસુરી સ્વરાજે પણ એક બેગના ઉપયોગ દ્વારા કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે.