ભાજપના સાંસદ અપરાજિતા સારંગીએ (Aparajita Sarangi) સંસદ ભવન સંકુલમાં પ્રિયંકા ગાંધીને (Priyanka Gandhi) ‘1984ના રમખાણો’ (1984 riots) લખેલી બેગ આપી હતી. આ બેગ પર રમખાણોના ચિત્રો હતા. જ્યારે અપરાજિતે પ્રિયંકા ગાંધી તરફ બેગ લંબાવી તો તેમણે પોતાની પાસે રાખી લીધી. આ બેગ પહેલી નજરમાં 1984ના રમખાણોની યાદ અપાવે છે. 1984માં દેશની રાજધાની દિલ્હીમાં શીખ વિરોધી ભયાનક રમખાણોમાં સેંકડો લોકોના મોત થયા હતા.
BJP सांसद अपराजिता सारंगी ने प्रियंका गांधी को दिया बैग..अपराजिता ने प्रियंका गांधी को जो बैग दिया है. उस पर 1984 लिखा हुआ है. बैग पर 1984 को खून से रंगा दिखाया गया है#priyankagandhi #bagpolitics #bjp #aprajitasarangi pic.twitter.com/BhKTE5FHHj
— India TV (@indiatvnews) December 20, 2024
વાસ્તવમાં પ્રિયંકા ગાંધી આ દિવસોમાં પોતાની બેગને લઈને ચર્ચામાં છે. તે સતત નવી બેગ લઈને સંસદ ભવન પહોંચે છે. તેમની બેગ પર કેટલાક નવા સ્લોગન પણ લખેલા છે. ક્યારેક અદાણી, ક્યારેક બાંગ્લાદેશ તો ક્યારેક પેલેસ્ટાઈન (Palestine) લખેલી બેગ હેડલાઈન્સ બનાવી રહી છે. દરમિયાન આજે બીજેપી સાંસદ અપરાજિતા સારંગીએ તેમને 1984ના રમખાણોની યાદ અપાવતી બેગ આપી હતી.
અપરાજિતા સારંગીએ પ્રિયંકા ગાંધીને આપેલી બેગ પર 1984 Riots લખેલું છે. આ બેગ 1984ના રમખાણોની યાદ અપાવે છે. અપરાજિતાએ કહ્યું કે, “તેઓ (પ્રિયંકા) સંસદમાં નવી-નવી બેગ લાવે છે, તેથી મેં પણ તેમને બેગ ગિફ્ટ કરવાનું વિચાર્યું. આ બેગ 1984ના રમખાણોની યાદ અપાવે છે.”