Wednesday, March 12, 2025
More

    મુસ્તફાબાદમાં જંગી લીડથી જીતી આવ્યા ભાજપના મોહન સિંઘ, હવે કહ્યું નામ બદલવાનું વચન પૂર્ણ કરીશ; નવું નામ હશે- શિવપુરી

    દિલ્હીમાં (Delhi) ભારતીય જનતા પાર્ટીની (BJP) જીત બાદ મુસ્તફાબાદ વિધાનસભાનું નામ બદલવાની ચર્ચા તેજ થઈ ગઈ છે. આ વિસ્તારમાંથી જીતેલા ભાજપના ઉમેદવાર મોહન સિંઘ બિષ્ટે જાહેરાત કરી છે કે, તેઓ જનતાને આપેલું આ વચન ટૂંક સમયમાં જ પૂર્ણ કરશે.

    મોહન સિંઘ બિષ્ટે મીડિયા સાથે વાત કરતી વખતે કહ્યું છે કે, “મેં કહ્યું હતું કે, જો હું જીતીશ, તો હું મુસ્તફાબાદનું નામ બદલીને શિવપુરી અથવા શિવવિહાર કરીશ અને હું એમ કરીશ. ટૂંક સમયમાં જ તેનું નામ બદલવામાં આવશે.”

    નોંધનીય છે કે, મુસ્તફાબાદ વિધાનસભા ક્ષેત્રમાં મોહન સિંઘ બિષ્ટે આમ આદમી પાર્ટીના આદિલ અહેમદ ખાનને 17578 મતોના માર્જિનથી હરાવ્યા છે. મોહન સિંઘ બિષ્ટને કુલ 85215 મત મળ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના આદિલ અહેમદ ખાનને 67637 મત મળ્યા હતા.