Sunday, March 23, 2025
More

    દિલ્હી ભાજપ ધારસભ્ય દળની બેઠક મુલતવી રખાઈ!: નવા મુખ્યમંત્રીનો નિર્ણય 19 ફેબ્રુઆરી થશે તેવા અહેવાલ

    દિલ્હીના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા માટે સોમવારે (17 ફેબ્રુઆરી) બોલાવાયેલી ભાજપના ધારાસભ્ય દળની બેઠક મુલતવી રાખવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સમાચાર એજન્સી ANI અનુસાર, હવે ધારાસભ્ય દળની બેઠક 19 ફેબ્રુઆરીએ યોજાશે અને નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ 20 તારીખે યોજાશે.

    પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ પહેલાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે, દિલ્હીના નવા મુખ્યમંત્રી ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી જ હશે. બેઠકમાં કેબિનેટ મંત્રીઓના નામની પણ જાહેરાત થઈ શકે છે. ભાજપ 70માંથી 48 બેઠકો જીતીને 27 વર્ષ પછી દિલ્હીની સત્તામાં પરત ફરી છે.

    ભાજપે 71% બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી હાંસલ કરી છે. આવી સ્થિતિમાં શપથગ્રહણ સમારોહ એક ભવ્ય કાર્યક્રમ જેવો બની શકે છે. તેમાં વડાપ્રધાન, ભાજપના વરિષ્ઠ નેતાઓ, કેન્દ્રીય કેબિનેટ અને NDAના મોટા નેતાઓ પણ સહભાગી થશે.