Thursday, March 20, 2025
More

    અયોધ્યાની મિલ્કીપુર બેઠકની પેટાચૂંટણીમાં BJP અગ્રેસર: સમાજવાદી પાર્ટીના ઉમેદવાર સતત પાછળ

    દિલ્હી વિધાનસભા ચૂંટણીની મતગણતરી સાથે સાથે દેશની જે બેઠકો પર પેટાચૂંટણીઓ (Milkipur By-election) છે ત્યાં પણ મતગણતરી ચાલી રહી છે. આવી જ એક બેઠક ઉત્તરપ્રદેશના અયોધ્યાની મિલ્કીપુર છે. તાજી જાણકારી મુજબ અહીં ભાજપ ઉમેદવારે સમાજવાદી પાર્ટીના ઉમેદવારને સતત પાછળ રાખેલા છે.

    સવારના 9 વાગ્યા સુધી મિલ્કીપુર પેટાચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદ્રભાનુ પાસવાને પ્રથમ રાઉન્ડમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અજિત પ્રસાદ પર 3995 મતોથી લીડ મેળવી લીધી હતી.

    ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કહ્યું, “ભાજપ દિલ્હીમાં પ્રચંડ બહુમતી તરફ આગળ વધી રહી છે, ભાજપ મિલ્કીપુરમાં પણ જીતી રહી છે. હું દિલ્હી અને મિલ્કીપુરના તમામ મતદારોનો આભાર માનું છું… જ્યારે પણ સમાજવાદી પાર્ટી હારે છે, ત્યારે તે પાયાવિહોણા આરોપો લગાવે છે, રાજ્યના લોકો આ સારી રીતે જાણે છે.”