Friday, December 6, 2024
More

    ‘પોલીસ તપાસમાં કથિત 5 કરોડની રકમ ન મળી, કોંગ્રેસનું કામ જ જુઠ્ઠાણું ફેલાવવાનું’: ભાજપ નેતા વિનોદ તાવડેએ ખડગે, રાહુલ ગાંધી અને સુપ્રિયા શ્રીનેતને મોકલી લીગલ નોટિસ

    ભાજપ નેતા વિનોદ તાવડેએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતને લીગલ નોટિસ મોકલી છે. 

    તેમણે એક X પોસ્ટમાં લખ્યું કે, “કોંગ્રેસનું એક જ કામ છે, જુઠ્ઠાણું ફેલાવવાનું. નાલાસોપારાવાળા જુઠ્ઠાણા મામલે મેં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પાર્ટી પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતને માનહાનિની નોટિસ મોકલી છે, કારણ કે તેમણે આ મામલે અસત્ય ફેલાવીને મારી અને ભારતીય જનતા પાર્ટીની છબીને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે.”

    આગળ કહ્યું કે, “સત્ય સૌની સમક્ષ છે કે ચૂંટણી પંચ અને પોલીસની તપાસમાં કથિત 5 કરોડની રકમ મળી નથી. આ મામલો સંપૂર્ણ રીતે કોંગ્રેસની નિમ્નસ્તરીય રાજનીતિનું પ્રમાણ છે.”

    નોંધવું જોઈએ કે 19 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં ચૂંટણીની પૂર્વસંધ્યાએ બહુજન વિકાસ આઘાડીના નેતાઓએ વિનોદ તાવડે પર વૉટ બદલે કેશ વહેંચવાનો આરોપ લગાવ્યો હતો અને એક હોટેલમાં હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ આ મામલે ત્રણેક FIR પણ દાખલ કરવામાં આવી હતી. 

    પછીથી આ મામલે ખડગે, રાહુલ ગાંધી અને સુપ્રિયા શ્રીનેત વગેરેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભાજપ નેતા રોકડા પૈસા સાથે પકડાયા હોવાના આરોપ લગાવ્યા હતા.