Friday, March 7, 2025
More

    ભાજપ નેતા સીતા સોરેન પર જીવલેણ હુમલો, પૈસાના ઝઘડામાં સહાયકે જે તાણી દીધી પિસ્તોલ: સુરક્ષા કર્મચારીઓએ પકડીને પોલીસને સોંપ્યો

    ઝારખંડના ભાજપ નેતા (Jharkhand BJP leader) અને શિબુ સોરેનની પુત્રવધૂ સીતા સોરેન (Sita Soren attacked) પર ગુરુવારે (6 માર્ચ) તેમના અંગત સચિવ દેવાશીષ ઘોષે (Devashish Manoranjan Ghosh) હુમલો કર્યો હતો. જોકે, સરૈધેલા વિસ્તારમાં થયેલા આ હુમલામાં તે માંડ માંડ બચી ગયા. દેવાશિષે પિસ્તોલથી તેના પર ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો. તે ગોળી ચલાવે તે પહેલાં જ સુરક્ષા ગાર્ડે તેને પકડી લીધો. પોલીસે તેની પાસેથી એક પિસ્તોલ જપ્ત કરી છે.

    સીતા સોરેન ધનબાદના કટ્રાસમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા હતા. તે સરૈધેલાની એક હોટલમાં રોકાયા હતા. દેવાશીષ ઘોષ પહેલાથી જ તે હોટલના રૂમમાં હાજર હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ગત વિધાનસભા ચૂંટણીમાં બંને વચ્ચે ભંડોળ અંગે ચર્ચા થઈ હતી. આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થયો અને દેવાશિષે તેમની તરફ પિસ્તોલ તાકી.

    સીતા સોરેનની ફરિયાદ પર, દેવાશીષ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. દેવાશીષ ઘોષ પોતાની સાથે પિસ્તોલ રાખતો હતો. તે સીતા સોરેનની ગાડી પણ ચલાવતો હતો. શુક્રવારે (7 માર્ચ) કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીતા સોરેનની સુરક્ષા માટે તૈનાત સૈનિકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે.