Wednesday, February 26, 2025
More

    10 વર્ષ રહી સત્તામાં છતાંય 3 વર્ષથી ખંડિત પડેલી ભગત સિંઘની પ્રતિમાની ના કરી ચિંતા: ભાજપ ધારાસભ્યએ દિલ્હીમાં AAPની ખોલી પોલ

    દિલ્હીમાં ભગતસિંઘ (Bhagat Singh) અને ડૉ. ભીમરાવ આંબેડકરની (Dr. B.R Ambedkar) પ્રતિમા અને છબીઓને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે માલવિય નગરના શહીદ ભગતસિંઘ પાર્કમાં તેમની પ્રતિમા ઘણા સમયથી તૂટી ગઈ છે. આ મામલે ભાજપના ધારાસભ્ય સતીષ ઉપાધ્યાયે (Satish Upadhyay) AAP પર નિશાનો સાધ્યો હતો.

    તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમણે કહ્યું કે શહીદ ભગતસિંહની પ્રતિમા છેલ્લા ત્રણ વર્ષથી આ પાર્કમાં તૂટેલી પડી છે. ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે છેલ્લા 10 વર્ષથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતી અહીંથી સત્તામાં હતા, પરંતુ તેમણે શહીદ ભગતસિંહની પ્રતિમાની કોઈ પરવા ના કરી.

    સતીશ ઉપાધ્યાયે કહ્યું કે આમ આદમી પાર્ટી ફક્ત ઢોંગ કરે છે અને જો તેઓ શહીદ ભગતસિંઘ વિશે ચિંતિત હોત તો આ પાર્કની સ્થિતિ અલગ હોત. તેમણે અધિકારીઓને આ પ્રતિમાનું જલ્દી સમારકામ કરવાની સૂચના આપી. ઉપાધ્યાયે એમ પણ કહ્યું કે શહીદ ભગતસિંઘનું અમારા માટે ખૂબ સન્માન છે, અને અમે રાજકારણમાં નહીં, કામમાં માનીએ છીએ.

    બીજીતરફ AAP નેતાઓએ ભાજપના આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે જાણી જોઈને વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આદર ભગતસિંઘ અને આંબેડકરની પ્રતિમાઓથી નહીં પરંતુ વિચારધારાને અમલમાં મૂકવાથી મળશે.

    જોકે, આ જ AAPના નેતાઓ તાજેતરમાં આરોપ લગાવી લગાવી રહ્યા હતા કે સત્તામાં આવતાની સાથે જ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ભગતસિંઘ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરની છબીઓ હટાવી લીધી છે. ત્યારે CM ઓફિસનો વિડીયો સામે આવ્યો હતો જ્યાં બંને છબીઓ જોવા મળતા AAPના આરોપો ખોટા સાબિત થયા હતા.