સંસદના બંને ગૃહોમાં બંધારણ પર ચર્ચાને લઈને ભાજપે (BJP) વ્હીપ (Whip) જારી કર્યો છે. શુક્રવારે (13 ડિસેમ્બર) ભાજપે રાજ્યસભાના પાર્ટીના તમામ સભ્યોને 16 અને 17 ડિસેમ્બરે હાજર રહેવા માટે વ્હીપ જાહેર કર્યો છે. જેથી પાર્ટીના તમામ રાજ્યસભા સાંસદોએ હાજર રહેવું ફરજિયાત છે.
ભાજપે આધિકારિક વ્હીપ જારી કરીને કહ્યું છે કે, “રાજ્યસભાના તમામ ભાજપ સભ્યોને સૂચિત કરવામાં આવે છે કે, ભારતના બંધારણને અપનાવવાની 75મી વર્ષગાંઠ પર રાજ્યસભામાં 16 ડિસેમ્બર અને 17 ડિસેમ્બરે ચર્ચા કરવામાં આવશે.”
વધુમાં કહેવાયું કે, “તેથી રાજ્યસભાના તમામ સાંસદોને અનુરોધ છે કે, તેઓ નિશ્ચિતરૂપે હાજર રહે.” નોંધવા જેવું છે કે, આના એક દિવસ પહેલાં જ ભાજપે લોકસભાના પોતાના સભ્યો માટે પણ વ્હીપ જારી કરીને હાજર રહેવા સૂચના આપી હતી. જેમાં 13-14 ડિસેમ્બરના રોજ હાજર રહેવા માટેનું કહેવામાં આવ્યું હતું.