Monday, March 17, 2025
More

    ‘આવો વિપક્ષ દેશનું દુર્ભાગ્ય’: રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદન બાદ ભાજપનો વળતો પ્રહાર

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિદેશ પ્રવાસથી પરત આવ્યા બાદ ફરીથી તેમના ઈરાદા અને કોંગ્રેસી માનસિકતા છતી કરી દીધી છે. કોંગ્રેસ મુખ્યમથકના ઉદ્ઘાટન દરમિયાન તેમણે એક નિવેદનમાં કહ્યું કે, તેમની લડાઈ ભાજપ-RSS સાથે જ નહીં પણ ઇન્ડિયન સ્ટેટ સામે એટલે કે ભારત સાથે છે. ભાજપે હવે આ મામલે પ્રતિક્રિયા આપીને ફરી એક વખત રાહુલ પર નિશાન સાધ્યુ છે.

    જેમાં તેમણે કહ્યું હતું કે, તેમણે કહ્યું, “રાહુલ ગાંધી જેવા બિનજવાબદાર નેતાને કારણે દેશ દુઃખી અને નિરાશ થઈ રહ્યો છે. ભારતને વિપક્ષમાં વધુ જવાબદાર અને વફાદાર નેતાની જરૂર છે. હકીકતમાં આપણું દુર્ભાગ્ય છે કે આપણી પાસે એક પાર્ટ-ટાઇમ અને અપરિપક્વ નેતા છે, જે જ્યોર્જ સોરોસ જેવી તાકાતોઅને આપણા દેશની અખંડિતતાની વિરુદ્ધ હોય તેવી તાકાતોથી માર્ગદર્શિત છે.”

    ભાટિયાએ કહ્યું, “તેઓ રાષ્ટ્રવિરોધી શક્તિઓ પાસેથી ફંડિંગ લે છે અને પછી આવાં નિવેદનો આપે છે. રાહુલ વિપક્ષના નેતા છે જે હવે કલંક બની ગયા છે.” તેમણે કહ્યું હતું કે, “રાહુલ ગાંધીના શબ્દો, કાર્યો અને માન્યતાઓ ભારતની અખંડિતતા અને સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડે છે. રાહુલ ગાંધીએ આવું નિવેદન પહેલી વાર નથી આપ્યું… તમે આવા નિવેદનો કેમ આપો છો જેમ કે ‘લડાઈ ફક્ત ભારતીય રાજ્ય સામે છે?’ આ ખૂબ જ ચિંતાનો વિષય છે.”