Friday, July 18, 2025
More

    ‘વિપક્ષ નેતાનું પદ રોટેશનલ બનાવવા વિચારી રહી છે INDI પાર્ટીઓ’: ભાજપ, કહ્યું- આંતરિક મામલો છે, પણ રાહુલ ગાંધી પર વિશ્વાસ ન હોય તો તેમણે આમ જ કરવું જોઈએ

    હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ વિપક્ષ નેતાના પદને ‘રોટેશનલ’ બનાવવાની વાત INDI ગઠબંધનમાં થઈ રહી હોવાનો દાવો ભાજપે કર્યો છે. 

    ભાજપ સાંસદ બાંસુરી સ્વરાજે શુક્રવારે (11 ઑક્ટોબર) એક પ્રેસ કૉન્ફરન્સમાં આ વાત કહી હતી. નોંધનીય છે કે હાલ રાહુલ ગાંધી પાસે આ નેતા પ્રતિપક્ષનું પદ છે. 

    બાંસુરીએ કહ્યું, “મેં પણ સાંભળ્યું છે કે નેતા પ્રતિપક્ષના પદને રોટેશનલ બનાવવાની વાતો ચાલી રહી છે. આમ તો જોકે આ વિપક્ષનો આંતરિક મામલો છે. જોકે એટલું જરૂર છે કે વિપક્ષમાં એવા અનેક નેતા છે જેઓ વિપક્ષ નેતાનો કાર્યભાર સંભાળવા માટે સક્ષમ છે.”

    તેમણે આગળ કહ્યું, “જો INDI ગઠબંધનને લાગતું હોય કે રાહુલ ગાંધી કર્તવ્યનિષ્ઠાથી કામ નથી કરી રહ્યા, તો આ નિર્ણય તેમણે લેવાનો છે. પરંતુ નેતા પ્રતિપક્ષને રોટેશનલ કરવાની વાત મેં પણ સાંભળી છે, પણ હવે આ તેમનો આંતરિક વિષય છે.”

    જોકે, આ મામલે કોંગ્રેસ કે INDI ગઠબંધનની કોઈ પાર્ટીએ કે લોકસભા સચિવાલયે સત્તાવાર રીતે કોઈ જાણકારી આપી નથી.