Saturday, June 21, 2025
More

    કડી અને વિસાવદર બેઠકની પેટાચૂંટણીને લઈને ભાજપે જાહેર કર્યાં ઉમેદવાર: કોંગ્રેસ અને AAPએ પણ ઉતાર્યા કેન્ડિડેટ

    કડી (Kadi) અને વિસાવદર (Visavadar) વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને હવે તૈયારીઓ તેજ થવા લાગી છે. આ બંને બેઠકો પર થનારી ચૂંટણીને લઈને ભાજપે (BJP) ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે. ભાજપે કડીથી રાજેન્દ્રભાઈ દાનેશ્વર ચાવડા અને વિસાવદરથી કિરીટભાઈ બાલુભાઈ પટેલને ટિકિટ ફાળવી છે. 

    આ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ (AAP) પણ પોતાના ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસે કડી વિધાનસભા બેઠક પર કડીના પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા છે. તે સિવાય વિસાવદર બેઠક પર કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી નથી. તે સિવાય આમ આદમી પાર્ટીએ પણ બંને બેઠકો પર ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. 

    કડી અને વિસાવદર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. કડી વિધાનસભા બેઠક પર AAPએ જગદીશ ચાવડાના નામની જાહેરાત કરી હતી. આ ઉપરાંત વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી છે.