Thursday, March 6, 2025
More

    ભાજપે જાહેર કરી મહારાષ્ટ્રની પહેલી યાદી: ડેપ્યુટી સીએમ ફડણવીસ નાગપુર દક્ષિણ પશ્ચિમથી ચૂંટણી લડશે, નીતેશ રાણેને પણ ટિકિટ

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને (Maharashtra Assembly Elections) લઈને હવે તૈયારીઓ તેજ થવા લાગી છે. ભાજપે વિધાનસભા ચૂંટણીને લઈને 99 બેઠકો માટેની પહેલી યાદી જાહેર (First list of BJP) કરી દીધી છે. પહેલી યાદીમાં કુલ 99 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપ નેતા નીતેશ રાણેનો પણ સમાવેશ થાય છે.

    નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ પશ્ચિમથી ચૂંટણી લડશે. આ ઉપરાંત રાજ્યના ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાનવકુલે કામઠીથી મેદાને ઉતરશે. તે સિવાય ગિરીશ મહાજન જામનેરથી, સુધીર મુનગંટીવાર બલ્લારપુરથી, શ્રીજ્યા અશોક ચવ્હાણ ભોકરથી, આશિષ શેલાર વાંડ્રે પશ્ચિમથી અને મંગલ પ્રભાત લોઢા માલાબાર હિલથી ચૂંટણી લડશે.

    તે સિવાય કોલંબાથી રાહુલ નાર્વેકર, સતારાથી છત્રપતિ શિવેન્દ્ર રાજે ભોસલે પણ ચૂંટણી મેદાને ઉતરશે. તે સિવાય નીતેશ રાણેને પણ ટિકિટ આપવામાં આવી છે. તેઓ કંકાવલી બેઠક પરથી મેદાને ઉતરવા જઈ રહ્યા છે.