પૂર્વ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના હેલિકૉપ્ટરને નડેલા અકસ્માત પાછળ ‘માનવીય ભૂલ’ કારણભૂત હોવાનું સત્તાવાર રીતે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ મામલે સંસદમાં એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં જાણકારી આપવામાં આવી.
8 ડિસેમ્બર, 2021ના રોજ કેરળમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા જતી વખતે જનરલ બિપિન રાવતના હેલિકૉપ્ટર Mi-17ને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં જનરલ, તેમનાં પત્ની અને અન્ય ક્રૂ મેમ્બર્સ સહિત 13 વ્યક્તિઓનાં મોત થયાં હતાં.
તાજેતરમાં સંસદની રક્ષા બાબતની સમિતિ દ્વારા ગૃહમાં એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, જેમાં 2017થી 2022 દરમિયાન થયેલા વિમાન અકસ્માતો વિશે જાણકારી આપવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, પાંચ વર્ષમાં કુલ 34 એર ક્રેશની ઘટનાઓ જોવા મળી. આ તમામ અકસ્માતો પાછળ કારણ પણ જણાવવામાં આવ્યાં છે.
8 ડિસેમ્બર, 2021ની ઘટનામાં ‘હ્યુમન એરર’ કારણભૂત હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ જાન્યુઆરી, 2022માં વાયુસેનાએ પણ આવો જ રિપોર્ટ આપ્યો હતો. જેમાં બેદરકારી, મેકેનિકલ ફેલ્યોર કે સૅબોટાજની શક્યતાઓ નકારીને માનવીય ભૂલ કારણભૂત ગણવામાં આવી હતી.