બ્યાવર બળાત્કાર અને બ્લેકમેલ કાંડના (Beawar Rape Blackmail) આરોપીઓ સાથે વકીલોએ ફરીથી મારપીટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના અજમેર પોક્સો કોર્ટમાં બની હતી. જોકે પોલીસકર્મીઓ વચ્ચે પડતાં આરોપીઓ બચી ગયા હતા. આ પહેલાં પણ આરોપીઓ પર વકીલોએ હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો હતો.
નોંધનીય છે કે પોક્સો કોર્ટમાં વકીલોએ આરોપીઓની પાછળ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેમને રોકી લીધા હતા. આ દરમિયાન પોલીસ અને વકીલો વચ્ચે ઝપાઝપી થઈ હતી. સુનાવણી બાદ કોર્ટે 4 આરોપીઓને 5 દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા છે તથા 3 આરોપીઓને 7 દિવસના રિમાન્ડ પર મોકલ્યા હતા.

બીજી તરફ વિજયનગરમાં સર્વ સમાજ સંઘર્ષ સમિતિએ આરોપીઓને મૃત્યુદંડ આપવાની માંગણી સાથે શહેર બંધ કરાવ્યું હતું. નોંધનીય છે કે સમગ્ર ઘટના આ અઠવાડિયામાં જ ઉજાગર થયેલી છે.
#beawar : #बिजयनगर :नाबालिग बालिकाओ को फंसाकर शोषण करने का मामला ,सर्व समाज संघर्ष समिति का आज बिजयनगर बंद का आव्हान , प्रकरण में लिप्त ओर लोगों की गिरफ्तारी नहीं होने से बन्द का आव्हान 🤬🤬 pic.twitter.com/dbTRlsy1B8
— Gopal Jaat भीलवाड़ा (@GopiJaat13) February 21, 2025
આ મામલે પોલીસે કુલ 7 જણાની ધરપકડ કરી છે. 3 સગીર આરોપીઓ પણ સામેલ છે. આ આરોપીઓ શાળામાં ભણતી હિંદુ સગીરાઓને સોશિયલ મીડિયા દ્વારા ફસાવીને તેમના અશ્લીલ ફોટો-વિડીયો લઈ તેમનું શારીરિક શોષણ કરતા, ઇસ્લામ કબૂલવા દબાણ કરતા હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલો વર્ષ 1992માં બનેલા અજમેર સેક્સ સ્કેન્ડલ જેવો જ છે.