Sunday, March 23, 2025
More

    ‘વાત સાંભળીને વાગ્યો એવો ઝટકો… છૂટી ગઈ દૂધની દોણી…’: રાહુલ ગાંધીના ‘ભારતીય રાજ્ય વિરુદ્ધ લડાઈ’વાળા નિવેદન પર બિહારના યુવકે નોંધાવી ₹250ની FIR

    બિહારના (Bihar) એક દૂધ વેચનાર યુવાને (milk seller) લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ એક વિચિત્ર કેસ દાખલ કર્યો છે. યુવકનો આરોપ છે કે રાહુલ ગાંધીનું નિવેદન સાંભળીને તે એટલો બધો ચોંકી ગયો કે દૂધ ભરેલી ડોલ તેના હાથમાંથી સરકી ગઈ. આના કારણે, 5 લિટર દૂધ નીચે પડી ગયું. દૂધનો ભાવ ₹250 રૂપિયા હતો.

    આ વિચિત્ર કિસ્સો સમસ્તીપુરનો (Samastipur) છે. એક સમાચાર એજન્સી અનુસાર, રોસરાના સોનુપુરના રહેવાસી મુકેશ ચૌધરીએ આરોપ લગાવ્યો કે ‘ભારતીય રાજ્ય સામે લડવા’ (fight against the state of India) અંગે રાહુલ ગાંધીનું નિવેદન સાંભળીને તેઓ ચોંકી ગયા હતા. આ કારણે, દૂધ ભરેલી ડોલ તેમના હાથમાંથી સરકી ગઈ અને તેમાં રાખેલ 5 લિટર દૂધ નીચે પડી ગયું. દૂધનો ભાવ ₹50 રૂપિયા પ્રતિ લિટર હતો. એટલે કે તેને કુલ ₹250નું નુકસાન થયું છે.

    મુકેશે સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરીને રાહુલ ગાંધી પર ભારતીય દંડ સંહિતાની કલમ 152 હેઠળ રાજદ્રોહ સંબંધિત કેસ ચલાવવાની માંગ કરી હતી. ચૌધરીએ દાવો કર્યો હતો કે ગયા અઠવાડિયે રાહુલ ગાંધીના નિવેદન સાંભળીને તેઓ ચોંકી ગયા હતા કે કોંગ્રેસના સાંસદો દેશની સાર્વભૌમત્વને જોખમમાં મૂકી રહ્યા છે. જોકે, કોર્ટે અરજી સ્વીકારી છે કે નહીં તે હજુ સુધી જાણી શકાયું નથી.