બિહારના મુઝફ્ફરપુરમાં (Muzaffarpur) સરકારી પ્રાથમિક શાળામાં પાંચમા ધોરણની વિદ્યાર્થીની પર બળાત્કારનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપી શાળાના હેડમાસ્તર મોહમ્મદ મઝહર જીશાન (Rape by Head Master) છે. અહેવાલો અનુસાર, કેસ સામે આવ્યા બાદ આરોપી તેના પરિવાર સાથે ગાયબ છે. પીડિતાના પરિવારને પૈસાની ઓફર કરવામાં આવી હોવાની પણ ચર્ચા છે.
આ ઘટના 17 ઓક્ટોબર 2024ની છે. મઝહરે ક્લાસરૂમનો દરવાજો બંધ કરી દીધો, 13 વર્ષની વિદ્યાર્થીનીના કપડાં કાઢી નાખ્યા અને તેની સાથે બળાત્કાર શરૂ કર્યો. જ્યારે બાળકીએ બૂમો પાડી ત્યારે સ્કૂલમાં રસોઇ બનાવતી બે મહિલાઓ દોડી આવી, ત્યારબાદ આરોપી ભાગી ગયો હતો. પોલીસ અધિક્ષક (ગ્રામીણ) વિદ્યા સાગરે જણાવ્યું છે કે આ સંદર્ભે સાકરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી મઝહર જીશાનની ધરપકડ કરવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.
દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, આ ઘટના પછી પીડિતાએ શાળાએ જવાનું બંધ કરી દીધું છે. તેના ભાઈને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે મઝહરના પરિવારનો એક વ્યક્તિ 20 ઓક્ટોબરની રાત્રે તેમના ઘરે આવ્યો હતો અને તેના પર કેસ ખતમ કરવા માટે દબાણ કરી રહ્યો હતો. તેણે બે લાખ રૂપિયાની ઓફર પણ કરી હતી.