જુમ્મા અને હોળીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે બિહારના દરભંગાના મેયર અને JDU નેતા અંજુમ આરાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથે વાત કરતા તેમણે એવું કહ્યું છે કે, જુમ્માની નમાજનો સમય કોઈપણ સંજોગોમાં બદલી શકાશે નહીં. તેથી જુમ્માની નમાજના સમયે દરભંગામાં હોળી ખેલવા પર બે કલાકનો બ્રેક લગાવી દેવામાં આવવો જોઈએ. આ બે કલાક દરમિયાન હોળી ખેલનારાઓએ મસ્જિદથી દૂર રહેવાનું રહેશે.
તેમના આ નિવેદન બાદ બિહારમાં રાજકારણ ગરમાયું છે. ભાજપે તેમના આ નિવેદનનો વિરોધ કર્યો છે અને તેને આતંકી માનસિકતા ગણાવી છે. ભાજપના ધારાસભ્ય હરિભૂષણ ઠાકુરે મેયરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, “હોળી પર કોઈ રોક નહીં લાગે. તે મેયર આતંકી માનસિકતાના મહિલા છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “તે મેયર ગઝવા-એ-હિન્દની માનસિકતા ધરાવતા મહિલા છે. તેમના પરિવારને અમે જાણીએ છીએ. તેઓ કઈ રીતે અટકાવી શકશે હોળી. હોળી કોઈપણ સંજોગોમાં અટકશે નહીં. 1 મિનિટ માટે પણ નહીં અટકે હોળી.