Wednesday, February 26, 2025
More

    બિહાર કેબિનેટના વિસ્તરણ પહેલાં BJPના દિલીપ જાયસ્વાલનું મંત્રી પદેથી રાજીનામું: નવા મંત્રીઓની યાદીમાં સાત નામ, બધા ભાજપના

    બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વવાળી સરકારના મંત્રીમંડળ વિસ્તરણને લઈને હવે લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. બુધવારે (26 ફેબ્રુઆરી) સાંજે ચાર કલાકે રાજ્યપાલ નીતીશ કુમારની કેબિનેટના નવા મંત્રીઓને પદ અને ગોપનિયતાના શપથ અપાવશે. આ ઉપરાંત કેબિનેટ વિસ્તરણના ઠીક પહેલાં જ દિલીપ જાયસ્વાલે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ બિહાર ભાજપના અધ્યક્ષ છે.

    વધુમાં 4 કલાકે કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. આ કેબિનેટ વિસ્તરણમાં ભાજપના કોટામાંથી સાત મંત્રીઓ પદ અને ગોપનિયતાના શપથ લેશે. આ સાત મંત્રીઓના નામ પણ સામે આવ્યા છે. જેમાં કૃષ્ણ કુમાર, વિજય મંડલ, રાજૂ સિંઘ, સંજય સરાવગી, જીવેશ મિશ્રા અને મોટી લાલની સાથે જ સુનિલ કુમારનો પણ સમાવેશ થાય છે.

    આ સાથે જ આ બેઠકને લઈને બિહાર સરકારના ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરીએ પણ મુખ્યમંત્રી આવાસ પર પહોંચીને CM નીતીશ કુમાર સાથે મુલાકાત કરી છે. સમ્રાટ ચૌધરીના આવાસ પર આ મુદ્દે ભાજપ નેતાઓની એક બેઠક પણ થઈ હતી.