Thursday, March 27, 2025
More

    કન્હૈયા કુમારે બિહારમાં જે મંદિરની લીધી મુલાકાત, હિંદુ યુવકોએ તેનું ગંગાજળથી કર્યું શુદ્ધિકરણ: કહ્યું- એ છે રાજદ્રોહી

    કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર (Kanhaiya Kumar) જે મંદિરમાં ગયા હતા તે મંદિરને હવે યુવાનોએ ગંગાજળથી ધોઈ નાખ્યું છે. મંદિરની સફાઈ કરનારા યુવકે કહ્યું કે કન્હૈયા પર રાજદ્રોહનો આરોપ છે, જે હજુ સુધી દૂર કરવામાં આવ્યો નથી. એટલા માટે તેમણે મંદિર ધોયું. આ ઘટના સહરસાના વાણગાંવ સ્થિત ભગવતી મંદિરમાં (Bhagwati temple) બની હતી.

    કન્હૈયા મંગળવારે (25 માર્ચ, 2025) અહીં પહોચ્યો હતો. તેણે અહીં એક શેરી સભાને સંબોધિત કરી હતી. જે બાદ આ યુવકો ગુસ્સે થયા હતા. તેઓએ કન્હૈયાનો આ ગામમાં જવાનો વિરોધ અકળ્યો હતો અને બાદમાં આખા મંદિર પરિસરને ગંગાજળથી ધોયું હતું. યુવાનોએ કહ્યું છે કે જો આવું બીજી વાર થશે, તો તેઓ મંદિરને ફરીથી ધોશે.

    કન્હૈયા કુમારે ‘સ્થળાંતર બંધ કરો-નોકરી આપો’ નામનું અભિયાન શરૂ કર્યું છે. આમાં તેઓ બિહારના વિવિધ ભાગોમાં જઈ રહ્યા છે.