Thursday, March 6, 2025
More

    માછલી પકડવાની હોડીમાંથી પકડાઈ ડ્રગ્સની સૌથી મોટી ખેપ: ભારતીય કોસ્ટ ગાર્ડસે અંદમાન પાસે ઝડપ્યું 5000 કિલો ડ્રગ

    ભારતમાં ડ્રગ્સનું અત્યાર સુધીનું સૌથી મોટું કન્સાઈનમેન્ટ (Biggest Drugs Consignment) આંદામાન (Andaman) નજીકના દરિયામાંથી ઝડપાયું છે. સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડે (Indian Coast Guard) ત્યાં એક ફિશિંગ બોટમાંથી 5000 કિલો (5 ટન) ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

    સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે, “ભારતીય કોસ્ટ ગાર્ડે આંદામાનના દરિયામાં ફિશિંગ બોટમાંથી અંદાજે પાંચ ટન ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ કદાચ અત્યાર સુધીનું સૌથી મોટું કન્સાઇનમેન્ટ છે.”

    ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સની કિંમત અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. આ પહેલા ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSએ 15 નવેમ્બરના રોજ ગુજરાતના પોરબંદર કિનારેથી 500 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. તેની કિંમત ₹700 કરોડથી વધુ હોવાનું કહેવાય છે.