Wednesday, March 12, 2025
More

    ભોપાલ ગેસ ટ્રેજેડી સાઇટને 337 મેટ્રિક ટન ઝેરીલા કચરાથી મળી મુક્તિ: 40 વર્ષ બાદ ટોક્સિક વેસ્ટને શહેરમાંથી કરાયો બહાર

    ભોપાલ ગેસ ટ્રેજેડી સાઇટ (Bhopal Gas Tragedy Site) પર 40 વર્ષોથી જમા પડેલા ઝેરીલા કચરાને (Toxic Waste) બુધવારે (1 જાન્યુઆરી, 2025) રાત્રે શહેરેથી બહાર કાઢવામાં આવ્યો છે. યુનિયન કાર્બાઈડ ફેક્ટરીની અંદર પડેલા 337 મેટ્રિક ટન ઝેરીલા કચરાને ભારે સુરક્ષા અને ઉચ્ચતમ ધોરણોને અનુસરીને પીથમપુર મોકલવામાં આવ્યો છે.

    ભોપાલથી પીથમપુર સુધી કચરાના પરિવહન માટે 250 કિલોમીટર લાંબો ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન 12 કન્ટેનરમાં ઝેરી કચરો વહન કરવામાં આવ્યો હતો. કન્ટેનરની સાથે પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્ડર પણ તહેનાત કરવામાં આવ્યા હતા. ફેક્ટરી પરિસરમાં પોલીસની વિવિધ ટુકડીઓ અને બેરીકેટ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

    ભોપાલમાં 40 વર્ષોથી પડેલા યુનિયન કાર્બાઈડ ફેક્ટરીના ઝેરી કચરાને ભોપાલથી પીથમપુર સુધી લઈ જતી વખતે ભોપાલ પોલીસના 50 જવાનો સમગ્ર કાર્યવાહી પણ નિરીક્ષણ રાખ્યું હતું. તે સિવાય સમગ્ર રુટ પર અધિક પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી તહેનાત રહ્યા હતા. સાથે જ સ્થાનિક પોલીસ અને જિલ્લા વહીવહીતંત્રે ટ્રાફિક વ્યવસ્થાપનની જવાબદારી પણ નિભાવી હતી.