Tuesday, June 24, 2025
More

    ‘ભય બીન હોઈ ના પ્રીત’: પ્રેસ બ્રીફિંગ દરમિયાન એર માર્શલ AK ભારતીએ સંભળાવી શ્રીરામચરિતમાનસની ચોપાઈ, જાણો શું કહ્યું

    ભારતીય સેનાએ સોમવારે વધુ એક પ્રેસ બ્રીફિંગ (Press Briefing) દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ની સંપૂર્ણ રૂપરેખા અને સિદ્ધિઓ રાષ્ટ્ર સમક્ષ રજૂ કરી હતી. આ કાર્યવાહી માત્ર લશ્કરી કાર્યવાહીનું જ નહીં પરંતુ ભારતની સાર્વભૌમત્વ, સુરક્ષા અને આતંકવાદી શક્તિઓ સામે નિર્ણાયક વલણનું પણ પ્રતીક બની ગઈ છે. પ્રેસ બ્રીફિંગની શરૂઆત રામધારી સિંહ દિનકરની કવિતા ‘યાચના નહીં અબ રણ હોગા’થી થઈ અને પોતાના જવાબમાં એર માર્શલે (Air Marshal) શ્રીરામચરિતમાનસની ચોપાઈ સંભળાવતા કહ્યું ‘ભય બીન હોઈ ના પ્રીત’.

    બ્રીફિંગ દરમિયાના એર માર્શલ AK ભારતીએ ‘યાચના નહીં અબ રણ હોગા’ પંક્તિનું ઉદાહરણ આપતા શ્રીરામચરિતમાનસની એક ચોપાઈ સંભળાવતા કહ્યું, ‘विनय न मानत जलधि जड़, गए तीनि दिन बीति। बोले राम सकोप तब, भय बिनु होइ न प्रीति।’. આ ચોપાઈ તેઓએ આતંકી દેશ પર થઈ રહેલ ભારતીય સૈન્ય કાર્યવાહી સમજાવવા સંભળાવી હતી.

    એર માર્શલ એકે ભારતીએ કહ્યું કે, “અમારી લડાઈ આતંકવાદ સામે હતી. અમે 7 મેના રોજ આતંકવાદીઓ પર હુમલો કર્યો હતો પરંતુ પાકિસ્તાની સેનાએ તેને પોતાની લડાઈ બનાવી દીધી હતી તેથી અમારે બદલો લેવો પડ્યો.”

    એર માર્શલ એકે ભારતીએ કહ્યું કે, “અમે ચીનની મિસાઇલ PL-15ને તોડી પાડી છે. તે જ સમયે, પાકિસ્તાની ડ્રોનને લેસર ગનથી તોડી પાડવામાં આવ્યા છે. આપણી હવાઈ સંરક્ષણ પ્રણાલીમાં પ્રવેશ કરવો પણ મુશ્કેલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સેનાનું આધુનિકીકરણ થયું છે.”