Monday, April 21, 2025
More

    ઠેર ઠેર હિંસા વચ્ચે હવે બંગાળમાં વંદેભારત એક્સપ્રેસ પર પથ્થરમારો: હાવડાથી ભાગલપુર જતી ટ્રેનની બારીના કાચ તૂટ્યા, પોલીસ તપાસ શરૂ

    દેશમાં ફરીથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express) પર પથ્થરમારો (Stone Pelting) થયો હોવાની ઘટના સામે આવી છે. 14 એપ્રિલની રાત્રે હાવડાથી ભાગલપુર (Howra Bhagalpur) જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.

    આ ઘટનામાં વંદે ભારત એક્સપ્રેસના કોચ નબર C2ના સીટ નંબર 53-54ના બારીના કાચને નુકસાન થયું હતું. રામપુરહાટ અને દુમકા વચ્ચે હાવડા રેલ્વે ડિવિઝન હેઠળ પિનરગડિયા નજીક આ પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું હતું.

    સદનસીબે, પથ્થરમારામાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો કે રેલ્વે કર્મચારીઓને કોઈ ઈજા થઈ નથી. ભાગલપુર પહોંચતા જ ટ્રેનના ગાર્ડ ડ્રાઈવરે અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. ગુનેગારોને ઓળખવા માટે વંદે ભારત એક્સપ્રેસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

    ન્યુઝ એજન્સી ANIના અહેવાલ મુજબ ગુનેગારોની ઓળખ સુનિશ્ચિત કરવા અને કાયદા મુજબ તેમની સાથે કાર્યવાહી કરવા માટે RPF તમામ જરૂરી પગલાં લઈ રહ્યું છે. ટ્રેન સ્ટાફના જણાવ્યા અનુસાર, રામપુરહાટ અને દુમકા વચ્ચે ટ્રેન પર વારંવાર પથ્થરમારો થાય છે.

    નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી બેનેગલના જુદા જુદા જિલ્લાઓમાં વક્ફ સુધારા કાયદાઓના વિરોધના નામે હિંદુઓ વિરુદ્ધ હિંસા ફાટી નીકળી છે. ઇસ્લામવાદીઓના કારણે હિંદુઓને પલાયન કરવાની ફરજ પડી છે. સ્થિતિ હાલ ગંભીર છે.