પ્રજાસત્તાક દિન તથા સ્વતંત્રતા દિન (Republic Day) નિમિત્તે દેશની વિવિધ શાળા-કોલેજોમાં સંસ્કૃતિક કાર્યક્રમો થતા હોય છે જેમાં દેશભક્તિ થીમ પર વિદ્યાર્થીઓ પોતાની કૃતિઓ રજૂ કરતા હોય છે. ત્યારે બરેલીની (Bareilly) એક શાળામાંથી (School) એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.
જેમાં નવાબગંજની એક શાળાનો (Nawabganj School) એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે બુરખો પહેરેલા વિદ્યાર્થીનીઓ મજહબી ગીત પર પર્ફોર્મ કરતા જોવા મળે છે. સમગ્ર મામલા અંગે બરેલી પોલીસ પાસે ફરિયાદ નોંધવામાં આવી છે.
प्रभारी निरीक्षक नवाबगंज, बरेली को प्रकरण के सम्बन्ध में जांचकर यथाविधि कार्यवाही हेतु निर्देशित किया गया है।
— Bareilly Police (@bareillypolice) January 28, 2025
આ આખો વિડીયો બરેલીની અબ્દુલ અઝીઝ મેમોરિયલ હાયર સેકન્ડરી જુનિયર હાઇસ્કૂલનો છે. પ્રજાસત્તાક દિનના સંસ્કૃતિક કાર્યક્રમમાં ત્રણ વિદ્યાર્થિનીઓ બુરખો પહેરીને કથિત રીતે મહિલાઓના રક્ષણ અંગેના ગીત પર નાચતી જોવા મળી રહી છે.
આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં એક ગીત વાગી રહ્યું છે જેના શબ્દો છે ‘ઘબરાઓ ના બહેના તુમ, અલ્લાહ હિ સહારા હૈ, પર્દે રહે બેટી, એ ફર્ઝ હમારા હૈ’. ત્યારે રાષ્ટ્રીય પર્વ નિમિત્તેના કાર્યક્રમને મજહબી રંગ આપતો આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. આ સિવાય એક બલકે અલ્લાહના રસૂલ પર ભાષણ પણ આપ્યું હતું. આ વિડીયો વાયરલ થતા આ કાર્યક્રમનો વિરોધ થઇ રહ્યો છે, તથા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
આ અંગે બરેલી પોલીસે સોશિયલ મીડિયા પર જ જવાબ આપ્યો હતો કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.