Friday, January 31, 2025
More

    ‘શરિયા સાથે છેડછાડ સહન નહીં થાય, UCC અન્યાય છે’: બરેલીના મૌલાનાએ મુસ્લિમોને ઉશ્કેર્યા, રસ્તા પર ઉતરવા કર્યું એલાન

    ઓલ ઇન્ડિયા રઝા એક્શન કમિટીના (All India Raza Action Committee) વડા મૌલાના અદનાન મિયાંએ (Maulana Adnan Miyan) જાહેરાત કરી છે કે તે ઉત્તરાખંડમાં (Uttarakhand) લાગુ કરાયેલા યુનિફોર્મ સિવિલ કોડનો (UCC) વિરોધ કરશે. તેણે તેને શરિયાનું (Sharia) ઉલ્લંઘન ગણાવ્યું છે અને કહ્યું છે કે મુસ્લિમો આ સહન નહીં કરે.

    અદનાન મિયાંએ જાહેરાત કરી છે કે મુસ્લિમો આ કાયદાના વિરોધમાં રસ્તા પર ઉતરશે. તેણે કહ્યું છે કે યુસીસી દાખલ કરવાથી નકારાત્મક અસરો થશે જે સમગ્ર દેશમાં જોવા મળશે. મૌલાના અદનાનએ કહ્યું છે કે તેઓ યુસીસી કાયદા અંગે શાંત નહીં રહે અને હવે કોર્ટમાં જશે.

    નોંધનીય છે કે ઉત્તરાખંડમાં 27 જાન્યુઆરી, 2025 ના રોજ UCC લાગુ કરવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રિપલ તલાક (Triple Talaq) અને ચાર લગ્ન જેવી દુષ્ટ પ્રથાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.