Thursday, June 5, 2025
More

    બાંગ્લાદેશી શરીફુલ ઇસ્લામે જ કર્યો હતો સૈફ અલી ખાન પર છરીથી હુમલો: અભિનેતાના ઘરમાં કામ કરતી 2 મહિલાઓએ કરી ઓળખ

    બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના (Saif Ali khan) ઘરમાં કામ કરતી બે મહિલાઓએ હુમલાખોરની (Attacker) ઓળખ કરી લીધી છે. મુંબઈ પોલીસે સૈફ અલી ખાન પર કથિત હુમલાના આરોપમાં 30 વર્ષીય શરીફુલ ફકીર ઉર્ફે શરીફુલ ઇસ્લામ શહજાદ મોહમ્મદ રોહિલા અમીન ફકીર ઉર્ફે વિજય દાસની ધરપકડ કરી હતી. તે બાંગ્લાદેશનો રહેવાસી છે અને ગયા મહિને તેણે સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેના પર છરીથી હુમલો કર્યો હતો.

    મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સૈફ અલી ખાન પર થયેલા ખૂની હુમલાના સંદર્ભમાં મુંબઈ પોલીસે બુધવારે (5 ફેબ્રુઆરી) આર્થર રોડ જેલમાં ઓળખ પરેડ યોજી હતી. આ સમય દરમિયાન, સૈફ અલી ખાનના ઘરના કર્મચારી, 56 વર્ષીય એલિયામ્મા ફિલિપ અને ઘરકામ કરતી નોકર જુનુએ શરીફુલ ઇસ્લામની ઓળખ કરી. બંનેએ કહ્યું કે આ માણસે જ હુમલો કર્યો હતો. આ કેસમાં એલિયામ્મા મુખ્ય સાક્ષી છે.

    આ સાથે જ ઘટનાસ્થળેથી મળેલા આંગળીઓના નિશાન પણ આરોપીના ફિંગરપ્રિન્ટ સાથે મેચ થઈ ગય છે. હજુ અન્ય ઘણા પુરાવાઓની તપાસ ચાલી રહી છે.