Sunday, March 9, 2025
More

    ‘આ ગુજરાત નહીં પણ બાંગ્લાદેશ છે’: ઇસ્લામવાદીએ પીએમ મોદીને આપી ધમકી, અગાઉ શેખ હસીનાને સોંપવાની આપી હતી ચેતવણી

    સરજીસ આલમ (Sarjis Alam) નામનો બાંગ્લાદેશી ઇસ્લામવાદી (Bangladeshi Islamist), જે ‘વિદ્યાર્થી આંદોલન’ અને શેખ હસીનાની અલોકતાંત્રિક હકાલપટ્ટી દરમિયાન ચર્ચામાં આવ્યો હતો, તેણે વિજય દિવસ (Vijay Diwas) પર વડાપ્રધાન મોદીને આડકતરી રીતે ધમકી આપી (threats to PM Modi) હતી.

    સોમવારે (16 ડિસેમ્બર) તેના ભાષણ દરમિયાન, આલમને એમ કહેતા સંભળાયો કે, “હું મિસ્ટર મોદીને કહેવા માંગુ છું કે આ ગુજરાત નથી, આ બાંગ્લાદેશ છે.” તેમના કટ્ટરવાદી સમર્થકોએ તેની વાહવાહી કરી હતી.

    “આક્રમક સાંપ્રદાયિકતા અહીં નહીં ચાલે… તમે અહીં અફવાઓ ફેલાવીને અને લોકોની હત્યા કરીને સત્તામાં ન આવી શકો,” તેણે દાવો કર્યો.

    હોવ જેવું એ છે કે 5 ઓગસ્ટથી, મુસ્લિમ ટોળાઓ બાંગ્લાદેશમાં વિનાશ મચાવી રહ્યા છે અને હિંદુઓ, તેમના મંદિરો અને વ્યવસાયોને નિશાન બનાવી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, આ ઇસ્લામવાદીએ બાંગ્લાદેશ સામે વાંધો ઉઠાવનાર કોઈપણની ‘આંખો કાઢી નાખવા’ની ધમકી પણ આપી હતી.

    અગાઉ સરજીસ આલમે ભારતને ઘણી વખત ધમકી આપી હતી અને પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને સોંપવાની માંગ કરી હતી. તેમના ભારત વિરોધી વક્તવ્યને કારણે, આ ઇસ્લામવાદીને રાષ્ટ્રીય નાગરિક સમિતિનો મુખ્ય આયોજક બનાવવામાં આવ્યો હતો.