Thursday, March 20, 2025
More

    બાંગ્લાદેશી ઘૂસણખોરોએ 1 ડઝન ગામો પર કર્યો કબજો: ઝારખંડના પૂર્વ સીએમએ કહ્યું- સરકાર બનશે તો જમીન લઈશું પરત

    ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંપાઈ સોરેને (Champai Soren) કહ્યું કે બાંગ્લાદેશી ઘૂસણખોરો (Bangladeshi infiltrators) વનવાસીઓની વહુ-દીકરીઓ પર અત્યાચાર કરી રહ્યા છે અને તેમની જમીનો પર બળજબરીથી કબજો જમાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ઝારખંડમાં ભરપૂર ધર્મ પરિવર્તન (Conversion) થઈ રહ્યું છે. ધર્માંતરણની પ્રથા પહેલા અસ્તિત્વમાં ન હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં આમાં વધારો થયો છે, પરંતુ હેમંત સોરેનની સરકાર આ લોકો સામે પગલાં લઈ રહી નથી.

    ભાસ્કર સાથે વાત કરતાં ચંપાઈએ કહ્યું કે ઝારખંડના ક્રાંતિકારીઓએ બ્રિટિશ શાસન સામે લડીને સંથાલ પરગણા બનાવ્યું હતું. આજે ત્યાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વધી રહ્યા છે. તેમણે કહ્યું કે એક ડઝનથી વધુ સંથાલ ગામો ઘૂસણખોરોના નિયંત્રણમાં છે. જે ગામોમાં 100-150 આદિવાસી પરિવારો રહેતા હતા, આજે ત્યાં એક પણ પરિવાર બાકી નથી. તેમણે કહ્યું કે ચૂંટણી જીત્યા બાદ તેઓ ઘૂસણખોરો પાસેથી તેમની જમીનો પરત લઈ લેશે.

    તેમણે કહ્યું કે અલગ ઝારખંડની રચના બાદ બાંગ્લાદેશી ઘૂસણખોરી એક મોટો મુદ્દો બની ગયો છે. ભાજપ સિવાય કોઈ પક્ષ આ તરફ ધ્યાન આપતું નથી. તેમણે હેમંત સોરેનની સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઝારખંડ મુક્તિ મોરચામાં (Jharkhand Mukti Morcha) 30 વર્ષ સુધી રહેલા ચંપાઈ સોરેન પહેલીવાર ભાજપની ટિકિટ પર ઝારખંડ વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે.